મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ચંડીગઢથી 'યુવા સંગમ' પહેલ અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલા આશરે 40 સભ્યોના વિદ્યાર્થી પ્રતિનિધિમંડળ સંસ્થાકીય પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ મંત્રને સાકાર કરતી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાઓ, વારસો, વિકાસના મોડેલો, નવીનતાઓ અને ટેકનોલૉજિકલ પ્રગતિ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવે એવો ધ્યેય રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં જીવનમાં સકારાત્મકતા સાથે પ્રગતિ સાધવા તેમજ ગુજરાતની વિકાસયાત્રાની તેમણે કરેલી અનુભૂતિ અંગે પોતાના રાજ્યમાં ખુલ્લા મને ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસના રોલમોડલ બનેલ ગુજરાતની વિશેષતાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ યુવાછાત્રો સમક્ષ કરી પ્રસ્તુત કરી હતી.